રેતીની ખનીજ ચોરી કરવા સબબ 50 લાખના વાહનો જપ્ત, આકરો દંડ ફટકારાશે મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી વિરુદ્ધ ઝુંબેશરૂપે કામગીરી શરૂ કરવામાં આવી હોય તેમ સવારે માળીયા મિયાણા અને મોરબીના સોખડા નજીકથી ચાર ડમ્પર પકડવામાં આવ્યા બાદ હળવદ નજીકથી વધુ ત્રણ ડમ્પર રેતીચોરી બદલ પકડી પાડી 50 લાખની કિંમતના વાહનો પોલીસને સોંપી આપવામાં આવ્યા હતા.મોરબી ખાણખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રી જે. એસ. વાઢેરની સૂચના મુજબ ક્ષેત્રીય ટીમ દ્વારા હળવદ નજીક વોચ ગોઠવી (1) GJ-23-X-6772, (2) GJ-13–X-0133 અને (3) GJ-03-AZ-2953 નંબરના ડમ્પરને સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ પકડી પાડી રૂપિયા 50 લાખની કિંમતના ત્રેણય વાહનો હળવદ પોલીસને સોંપી આપી ખાણખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.