તાલુકા પોલીસે રફાળેશ્વર, નાગડાવાસ, મકનસર, ધૂળકોટ સહિતના ગામોમાં 16 કેસ કર્યા મોરબી : મોરબી શહેર અને જિલ્લામા દેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ તમામ પોલીસ મથકની ટીમોએ ધોસ બોલાવવાનું ચાલુ રાખી છેલ્લા 24 કલાકમાં 34 દેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.મોરબી શહેર અને જિલ્લાના દેશી દારૂના દુષણને ડામવા સીટી એ ડિવિઝન પોલીસે 4 કેસ, સીટી બી ડિવિઝન પોલીસે 4 કેસ, માળીયા મિયાણા પોલીસે 3 કેસ, વાંકાનેર તાલુકા પોલીસે 1 કેસ, ટંકારા પોલીસે 2 કેસ, હળવદ પોલીસે 4 કેસ અને મોરબી તાલુકા પોલીસે 16 કેસ કર્યા હતા. જેમાં મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર, નાગડાવાસ, મકનસર, ધૂળકોટ સહિતના ગામોમાં કેસ દેશી દારૂના ધંધાર્થીઓને વીણી વીણીને ઝપટે લીધાં હતાં.