શિયાળામાં આ ઘટના સામાન્ય, ચાપડો મારેલો હોવાથી ચિંતાનો કોઈ વિષય નથી : રેલવે મેનેજરની સ્પષ્ટતામોરબી: નજરબાગ રેલવે સ્ટેશન અને તેની વચ્ચેના 27 નંબર ફાટક પાસે રેલવેના પાટા વચ્ચે તિરાડ જોવા મળી છે. આ ઘટનાનો જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કર્યો છે. આ મામલે રેલવે મેનેજર ડી. એલ. વર્માએ જણાવ્યું હતું કે, આ ચિંતાજનક બાબત નથી. તેમણે સ્પષ્ટતા કરી કે, પાટા વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી અને ટ્રેન સરળતાથી પસાર થઈ શકે છે. પાટાની વચ્ચે ચાપડો પણ મારેલો છે. સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં આવું થતું હોય છે. તેનાથી ગાડી કે રેલવેની અવરજવરને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થતો નથી.