મોરબી : મોરબીમાં આવતીકાલે રવિવારે ૭૫૦ જેટલા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ માટે GMERS મેડીકલ કોલેજ CPR પ્રશિક્ષણ કેમ્પ યોજાનાર છે. આ વેળાએ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. મોરબી જિલ્લામાં અશોક કુમાર, પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ રાજકોટ, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક મોરબીના માર્ગદર્શન હેઠળ તા.૧૧ રોજ સવારના કલાક ૧૦થી બપોરના કલાક ૦૩ સુધી કુલ ૦૫ બેંચમાં ૭૫૦ વધુ પોલીસ અધિકારી/ કર્મચારીઓ તથા કલેરીકલ સ્ટાફનો GMERS મેડીકલ કોલેજ,રેલ્વે સ્ટેશનસામે, મોરબી, ખાતે ગુજરાત પોલીસ તથા ઇન્ડીયન સોસાયટી ઓફ એનેસ્થેસિયોલો જિસ્ટ, ગુજરાતના સંયુકત પ્રયાસે તથા ધારાસભ્ય, મોરબી,ટંકારા તથા વાંકાનેરનાઓની હાજરીમાં CPR પ્રશિક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં સૌના ઉત્તમ સ્વાસ્થ્ય માટે તેમજ ઇમરજન્સી સમયમાં કોઇ વ્યકિતનો જીવ બચાવી શકાય તે હેતુથી મોરબી જિલ્લા પોલીસને CPR તાલીમ આપવામાં આવનાર છે.