મોરબી : મોરબીમાં વાવડી ચોકડી પાસે વહેલી સવારે બોલેરોમાં કતલ કરવાના ઇરાદે લઈ જવાતા બે પશુઓને ગૌસેવકોની ટીમે બચાવી આ મામલે એ ડિવિઝન પોલીસને ફરિયાદ આપી હતી. યાદીમાં જણાવ્યા મુજબ અખિલ વિશ્વ ગૌસ્વામી પરિષદ- દિલ્હીના કમલેશભાઈ બોરીચાને હકીકત મળતા ગૌરક્ષકો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ હિન્દુ યુવા વાહિનીના કાર્યકર્તા દ્વારા વોચ રાખીને વાવડી ચોકડી પાસે બોલેરો પીક અપ નંબર GJ 36 V 7940ને રોકાવીને ચેક કરતા એમાં 2 ભેંસ મળી આવી હતી. જેને એ ડિવિઝન પોલીસ ખાતે લઈ જઈને યોગ્ય કાર્યવાહી કરવા ફરિયાદ આપી હતી. આ બન્ને પશુને પાંજરાપોળને સોંપવામાં આવ્યા હતા. આ કામગીરીમાં કમલેશભાઈ બોરીચા, ચેતનભાઇ પાટડીયા, વૈભવભાઈ પટેલ, મનીષભાઈ કનજારિયા ગૌરક્ષક, પાર્થભાઈ નેસડિયા, વિશાલભાઈ ગાંગાણી, મિત ગોહિલ, લાલાભાઈ, યસ વાઘેલા, હિતરાજસિંહ, જયરાજ્ભાઇ ગોહિલ, જે.કી.ભાઈ આહીર, નિલેશભાઈ ડાંગર સહિતના ગૌસેવકો રોકાયેલ હતા.