મોરબી : હળવદથી મોરબી ઇકોમાં ક્રુરતા પૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા એક પશુને ગૌરક્ષકની ટીમે માંડલ પાસેથી બચાવી તાલુકા પોલીસને ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી ગૌરક્ષક અને હિન્દુ યુવા વાહિનીના આગેવાનોને બાતમી મળેલ કે હળવદથી મોરબી તરફ એક ઇકોમાં અબોલ પશુને કતલ માટે લઇ જવામાં આવી રહ્યા છે. મોરબીના ગૌરક્ષકો દ્વારા વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ વોચ ગોઠવી GJ 36 FA 1066 નંબરની ઇકો કાર શંકાસ્પદ લાગતા તાલુકા કંટ્રોલને જાણ કરી તેનો પીછો કરવામાં આવ્યો હતો. આ કારને માંડલ પાસે રોકાવીને ચેક કરતા તેમાં ક્રુરતા પૂર્વક મોઢું અને હાથ પગ બાંધીને રાખેલો પાડો મળી આવેલ હતો. જેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને લઈ જઈને યોગ્ય કાર્યવાહી કરીને ફરિયાદ આપવામાં આવી હતી. આ કામગીરીમાં ગૌસેવક કમલેશભાઈ બોરીચા, હિત રાજસિંહ પરમાર, ચેતનભાઇ પાટડીયા, સુરેશભાઈ રબારી, પાર્થભાઈ નિમાવત, યશભાઈ વાઘેલા, ભાવિનભાઈ, જયકિશનભાઇ આહીર, વૈભવભાઈ પટેલ, મનીષભાઈ કંજારિયા, દીપકભાઈ રાજગોર, સનીભાઈ કલોલા, પંકજભાઈ નકુમ, નિખિલભાઇ ચુડાસમા, હર્ષભાઈ, ઈશ્વરભાઈ કંજારિયા, દિનેશ રામજીભાઈ લોરીયા, હરેશભાઈ ચૌહાણ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા સહિતના જોડાયા હતા.