મોરબી : ગિરનારી આશ્રમ ગંગેશ્વર મહાદેવ મંદિર લીલાપર ગૌશાળા દ્વારા છેલ્લા ચાર મહિનાથી સિવિલ હોસ્પિટલના દરેક દર્દીઓને ગાયનું દૂધ આપવામાં આવે છે. આ ગૌસેવકો દ્વારા છેલ્લા ચાર મહિનાથી આ પ્રકારની સેવા થઈ રહી છે. તેમજ દરરોજનું 50 થી 60 લીટર દૂધ આપવામાં આવે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં જન્મેલા નવજાત શિશુઓને પણ ફ્રીમાં મચ્છરદાની આપવામાં આવી હતી.