ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌવંશના સંરક્ષણ માટે મોરબીમાં વિવિધ સંગઠનો અને અગ્રણીઓની મહત્વની બેઠક યોજાઈમોરબી: સમગ્ર દેશમાં ગૌરક્ષા અને ગૌસંવર્ધન માટે 'ગૌ સમ્માન આહવાન અભિયાન' ચાલી રહ્યું છે. હરિદ્વારના ભાગીરથી આશ્રમના સંતોના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા આ અભિયાને હવે મોરબી જિલ્લામાં પણ ભારે વેગ પકડ્યો છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરાવવા અને તેમને કતલખાનાઓમાં જતી અટકાવી તેમનું સંપૂર્ણ સંરક્ષણ કરવાના મુખ્ય હેતુ સાથે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત મોરબીમાં એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.વિવિધ એસોસિએશનો અને સામાજિક સંગઠનો આપશે વ્યાપક સાથમોરબીમાં યોજાયેલી આ ખાસ મીટિંગમાં આગામી 27 જુલાઈના રોજ પ્રશાસનને આવેદનપત્ર આપવા માટેનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાંથી રેકોર્ડબ્રેક 5 લાખ લોકોની સહીઓ મેળવવા માટે એક બૃહદ સિગ્નેચર કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે.આ બેઠકમાં મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગકારો, ક્લોક એસોસિએશન અને અન્ય વેપારી સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત વિવિધ શાળા-કોલેજના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, ગૌરક્ષકો, આરએસએસ તેમજ વિવિધ મહિલા સંસ્થાઓના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને આ સિગ્નેચર અભિયાનને સફળ બનાવવા માટે પોતાના પુરા સહયોગની ખાતરી આપી હતી.સંતો અને અગ્રણીઓએ પૂરું પાડ્યું પ્રેરણાદાયી માર્ગદર્શનઆ મીટિંગમાં ખાસ કરીને હરિદ્વાર કૃષ્ણાયાન દેશી ગૌશાળા ભાગીરથી આશ્રમના સ્વામી અમૃતાનંદજી, રાજકોટથી સાઈરામ દવેના ભાઈ કિશન દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ઉપસ્થિત તમામ લોકોને ગૌરક્ષા કાજે એકત્રિત થઈને આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા દિશાસૂચક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ધાર્મિક, સામાજિક અગ્રણીઓને મળી ગૌ સમ્માન આહવાન અભિયાન અંગે માહિતી અપાઈગૌ સમ્માન આહવાન અભિયાનના પ્રચાર માટે મોરબી આવેલા હરિદ્વાર કૃષ્ણાયાન દેશી ગૌશાળા ભાગીરથી આશ્રમના સ્વામી અમૃતાનંદજી સહિતના પ્રચારકોએ મોરબીમાં વિવિધ ધાર્મિક, સામાજિક આગેવાનોને મળી અભિયાન અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં બગથળા નકલંક આશ્રમના મહંત દામજી ભગત, યદુનંદન ગૌ શાળાના જાણીતા ગૌ સેવક કાનજીભાઈ જારીયા, ઉમા સંસ્કાર ધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી એ.કે.પટેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓને રૂબરૂ મળી અભિયાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તમામ આગેવાનોએ આ અભિયાનમાં પૂરો સાથ સહકાર આપવાની ખાતરી આપવામાં આવી હતી.#Morbi #GauSammanAbhiyan #Gauraksha #MorbiNews #SignatureCampaign #SaveCows #MorbiUpdate