મોરબી : મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસ કહેર વર્તાવી રહ્યો છે ત્યારે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં વિદ્યુતનગર ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા નધણિયાતા 60થી 65 જેટલા ગૌમાતાને સ્વખર્ચે લમ્પી વાયરસની રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી. સેવા હી ધર્મના સૂત્ર સાથે મોરબીના સામાકાંઠે વિદ્યુતનગર ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા ખુબજ સરાહનિય કાર્ય કરવામાં આવ્યુંહતું. જેમાં મોરબી સામાકાંઠે વિદ્યુતનગર, હરિપાર્ક, ગિરિરાજ, વર્ધમાન, રોટરીનગર, અરુણોદયનગર, અનંતનગર, જનકલ્યાણનગર, રિલીફનગર સહિત તમામ વિસ્તારમાં રખડતા ઢોર ગાય વાછરડા અને નંદીને પશુ ડોક્ટર સાથે રાખી રાત્રીના 3 વાગ્યા સુધીમાં અંદાજિત 60-65 ગાયો, નંદી વાછરડાને લમ્પી વાયરસ સામે સુરક્ષા આપતી વેક્સીન આપવામાં આવી હતી. વેક્સીન લગાવી ગૌવંશના શીંગડામાં રેડિયમ અથવા કોઈ નિશાન લગાવી રસીકરણ કરાયું હોવાના ચિન્હ પણ લગાવવામાં આવ્યા હતા. આ તકે વિદ્યુતનગર ક્ષત્રિય યુવા ગ્રુપ દ્વારા લોકોને અપીલ કરી સરકાર તો એનું કામ કરે છે ત્યારે 1962 નંબરમાં કોલ કરી લોકો પણ સ્વૈચ્છિક પોતાના વિસ્તારમાં સ્વયંભૂ સેવા કામ કરે તો સરકારને વધારે મદદ થાય જે લોકો ગાય રાખે છે એ લોકો તો વેક્સીન લગાવી લેશે પણ રસ્તે રઝળતા ઢોર નું શું ?માટે પોતાના વિસ્તારમાં ગ્રુપ બનાવી પશુ ડોક્ટર સાથે રાખી ગૌમાતાની સેવા કરવા અંતમાં અપીલ કરી હતી.