મોરબી : માળિયાના ચીખલી ગામ નજીક ગૌ હત્યા કરી તેના અવશેષો ફેંકી દેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને ગૌ પ્રેમીઓ તેમજ હિન્દૂ અગ્રણીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા તાલુકાના સુલતાનપુરની બાજુમાં ચીખલી ગામની સીમમાં એક વિધર્મી શખ્સ દ્વારા ગૌ માતાને કાપીને તેના અવશેષો નાખવામાં આવેલા હોય, હકીકત જાણવા મળતા મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માળીયા પોલીસને કડક માં કડક કાર્યવાહી થાય તેના અનુસંધાને રજૂઆત કરવામાં આવેલી છે. જો કડલ કાર્યવાહી કરવામાં નહીં આવે મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે. તેમ જણાવાયુ છે.