ધ્રાંગધા તાલુકાના માલવણ ગ્રામ્ય તરફના ખેડૂતો અને ગ્રામજનોએ નિરાધાર પશુઓ ગૌમાતા ઉપર આચરેલી ક્રૂરતા સામે આવી મોરબી : ધ્રાંગધા તાલુકાના માલવણ ગ્રામ્ય તરફના ખેડૂતો અને ગ્રામજનોએ નિરાધાર પશુઓ ગૌમાતા ઉપર ક્રૂરતા આચરી 115 જેટલા ગૌવંશને પાંચ આઇસર ટ્રકમાં ખીચોખીચ ભરી લઈ જતા હોવાની માહિતીને આધારે ગૌરક્ષકો અને હિન્દૂ યુવા વાહિની ટીમે આ પાંચેય ટ્રકને મૂળીના રાણીપાટ નજીકથી આંતરી લઈ પોલીસને હવાલે કરી પાંચેય આઇસર ટ્રકના ચાલકો વિરુદ્ધ ગુન્હો નોંધાવ્યો હતો.ધાંગધ્રાના માલવણથી રખડતા રજડતા 115 ગૌવંશને પકડી આઇસર ટ્રક નંબર Gj06 xx 7250, Gj13at 2779, Gj1bv 6186, Gj13w 0856 અને Gj13 at 9067માં ખીચોખીચ ક્રૂરતા પુર્વક લઈ જવામાં આવી રહ્યા હોવાની માહિતી મળતા મોરબીના ગૌરક્ષક અને હિન્દૂ યુવા વાહિની પ્રમુખ કે.બી.બોરીચા સહિતના આગેવાનો દ્વારા મુળી તાલુકાના રાણીપાટ નજીક આ ટ્રકોને રોકીને ચેક કરતા કોઈ પાસ કે પરમીટ કે ઘાસચારાની સુવિધા ના હોય અને ખીચો ખીચ ક્રૂરતા પૂર્વક ભરેલા હોય 15 જીવ મૃત પામ્યા હતા જે પૈકી 100 ગૌવંશને બચાવી લેવામાં આવેલ હતા. વધુમાં આ મામલે મોરબી હિન્દૂ યુવા વાહિની પ્રમુખ કે.બી.બોરીચા દ્વારા મુળી પોલીસ મથકમાં આરોપી આઇસર ટ્રક ચાલક સુનિલ રમેશ દેત્રોજા, રહે. રાજસીતાપુર, મહેશ દેવકરણ ગોહિલ, રહે.નવલગઢ, લક્ષ્મણ જગા પરમાર રહે.વાવડી, કલ્પેશ નાગર ધામેચા રહે.વાવડી અને ભાવેશ લક્ષ્મણ સોલંકી રહે.મોટી માલવણ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા ધારા અન્વયે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.જીવદયાની આ કામગીરી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી,ગુજરાત સંગઠન મંત્રી અને હિન્દુ યુવા વાહિનીનાજિલ્લા પ્રમુખ કે.બી.બોરીચા, ચેતનભાઇ પાટડીયા હિન્દુ યુવા વાહિની અને ગૌરક્ષક, વિજયભાઈ કુંભારવાડીયા હિન્દુ યુવા વાહીની, સામાજિક કાર્યકર જગદીશભાઈ ઠાકોર, જેકીભાઈ આહીર હિન્દુ યુવા વાહિની, યશભાઈ પરમાર હિન્દુ યુવા વાહિની, વૈભવભાઈ પટેલ હિન્દુ યુવા વાહિની, મુન્નાભાઈ કોરી હિન્દુ યુવા વાહિની, મિતરાજ હિન્દુ યુવા વાહિન, લીમડીનાં જાબાજ ગૌરક્ષક રઘુભાઈ ભરવાડ અને તેમની ટીમ, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી અધ્યક્ષ ચોટીલા હરેશભાઈ ચૌહાણ અને તેમની ટીમ, અખિલ ભારતીય ગૌરક્ષક અધ્યક્ષ હિરેનભાઈ વ્યાસ ગુજરાત, માલાભાઈ ભરવાડ ગૌરક્ષક થાનની સમગ્ર ગૌરક્ષક ટીમ અને બધા જ ગૌરક્ષકો તથા અધિકારી ભાઈઓનો સહયોગ સાંપડ્યો હતો.