કંડલા બાયપાસ ઉપર નેક્સેસ સિનેમા પાસેથી બાતમીને આધારે આઇસર પકડી પાડવામાં આવ્યું : મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો મોરબી : મોરબી હિંદુ યુવા વાહિનીના ગૌરક્ષકો, ગૌરક્ષકોની ટીમ અને જીવદયાપ્રેમી યુવાનોએ બાતમીને આધારે મોરબીના કંડલા બાયપાસ ઉપર નેક્સેસ સિનેમા પાસેથી આઇસર ટ્રકમાં ખીચોખીચ બાંધીને કતલખાને લઈ જવાતી 8 ભેંસ અને એક પાડાને બચાવી લઇ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા આચરવા મામલે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી ગૌરક્ષક ટીમ અને મોરબી હિંદુ યુવા વાહિની ગૌરક્ષકોને માહિતી મળી હતી કે એક આઈસર ગાડીમાં ભેંસોને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહી છે. ત્યારે ગૌરક્ષકોની ટામ દ્વારા ટંકારાથી મોરબી બાજુ આવતા મોરબી બાયપાસ પાસે નેકસેસ સિનેમા પાસે આઈસર ગાડી નંબર GJ03.AT 2234 ને ઉભા રાખી તપાસ કરતાં તેમાં 8 ભેંસો અને એક પાડો ખીચોખીચ ભરી કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોય ગૌરક્ષકોએ મોરબી તાલુકા પોલીસને જાણ કરીને તમામ મુદ્દામાલ પોલીસને સોંપવામાં આવ્યો હતો.આ કામગીરીમાં પોલીસ અધિકારીનો પણ સહયોગ મળ્યો હતો. આ ઉપરાંત એનિમલ વેલ્ફેર અધિકારી ગુજરાત અને SPCA સેક્રેટરી અમદાવાદ દિલીપભાઈ શાહે પણ સાથ-સહકાર આપ્યો હતો. આ કામગીરીમાં હિંદુ યુવા વાહિની મોરબી જિલ્લા અધ્યક્ષ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે. બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, દિનેશભાઈ લોરીયા (એવીજીપી દિલ્હી ગૌરક્ષક), જયકિશનભાઈ આહિર, જયદીપ ભલગામડિયા, વિવેકભાઈ સીતાપરા, પાર્થભાઈ પટેલ, અક્ષયભાઈ, જયદીપભાઈ સોઢીયા, વૈભવભાઈ પટેલ, બાબુભાઈ રબારી, યશભાઈ, જગદીશભાઈ રાઠોડ, ભાવેશભાઈ કુંભારવાડીયા, પંકજભાઈ, નિલેશભાઈ, જીતુભાઈ, મનીષભાઈ, સનીભાઈ, વાઘેલા રાજુભાઈ, હિતરાજસિંહ, વિજયભાઈ બોરીચા,નિલેશભાઈ ડાંગર, જીતુભાઈ સેતા, મહાવીરભાઈ બારડ, જયરાજસિંહ ઝાલા, મિતભાઈ, લાલાભાઈ, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હીના ગૌરક્ષક દલસુખભાઈ (ચોટીલા), પ્રશાંતભાઈ જીવદયા ગૌરક્ષક, હિરેનભાઈ વ્યાસ, ગૌરક્ષક રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા (જસદણ) અને મોરબી, ચોટીલાના ગૌરક્ષકોની ટીમ હાજર રહી હતી.