મોરબી : અવાર નવાર ખુલ્લી કુંડી કે ગટરમાં પશુઓ પડી જવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે મોરબીના લાલપર ગામે ખુલ્લી કુંડીમાં ગાય ખાબકી હતી. ઘટનાની જાણ થતાં ગામ લોકોએ એકઠા થઈને કુંડીમાંથી ગાયને મહામહેનતે બહાર કાઢી હતી અને ગાયનો જીવ બચાવ્યો હતો.