મોરબી જિલ્લામાં કોરોનાના કેસો વધતા 308 બેડની ક્ષમતા સાથેના કોવિડ કેર સેન્ટરો સજ્જ કરાયા કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં ખસેડાશે : કોરોનાની સાથે ગંભીર બીમારીના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલોમાં 160 બેડની વ્યવસ્થા મોરબી : મોરબી જિલ્લો લોકડાઉન દરમિયાન ગ્રીનઝોનમાં હતો ત્યારે માત્ર એક કોરોનાનો કેસ હતો અને એ પણ રિવકર થઈ ગયો હતો.પણ જ્યારથી લોકડાઉન ખુલ્યું છે ત્યારથી જ મોરબી જિલ્લામાં સતત કોરોનાનો ગ્રાફ વધતો જ જાય છે.પહેલા દિવસના સરેરાશ 4 થી 5 અને હવે દરરોજ 10થી વધુ કેસો નોંધાઇ છે હવે મોરબી જિલ્લાના કોરોનાનો કુલ આંક 121 એ પહોંચ્યો છે.ત્યારે મોરબી જિલ્લામાં કોરોનાના સામાન્ય લક્ષણોના દર્દીઓની વાત કરીએ તો તંત્ર દ્વારા આ દર્દીઓ માટે કોરોના કેર સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં કોરોનાના માઈલ સિમટમ્સ ધરાવતા દર્દીઓને કોરોના કેર સેન્ટરમાં સારવાર આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં મોરબીના ધુંટુ ગામે આવેલ પોલિટેક સરકારી કોલેજના કોરોના કેર સેન્ટરમાં 60,હળવદના ચરાડવાની નર્સિંગ હોસ્ટેલમાં 48 ,વાંકાનેરની મોડલ સ્કૂલમાં 50 ,હળવદની મોડલ સ્કૂલમાં 50,માળીયાની નાની બરાર ખાતેની મોડલ સ્કૂલમાં 50 ,ટંકારાની વિરપર ગામે આવેલ નાલંદા વિધાલયમાં 50 દર્દીઓને સારવાર આપવા માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ રીતે મોરબી જિલ્લાના કોરોના કેર સેન્ટરમાં 308 જેટલા દર્દીઓને સારવાર આપી શકાય તે માટે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે અને મોરબીના ધુંટુ ગામે આવેલ પોલિટેક સરકારી કોલેજના કોરોના કેર સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે.ઉપરાંત ગંભીર પ્રકારના શ્વાસ કે બીપી,ડાયાબિટીસની બીમારી ધરાવતા દર્દીઓની સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા છે અને વધારાની 40 બેડની વ્યવસ્થા કરી શકાય એમ છે.હળવદની સિવિલ હોસ્પિટલમાં 10 અને વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં 10 બેડની વ્યવસ્થા છે.આમ જિલ્લામાં હાલ 120 બેડની વ્યવસ્થા છે.આ રીતે મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલોમાં 160ની બેડની વ્યવસ્થા થઈ શકે એમ છે. તંત્રની 468 કેસ સુધીની આયોજનબદ્ધ તૈયારી દરરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે.ત્યારે તંત્રએ 468 કેસો સુધીની વ્યવસ્થા કરવાની તૈયારી કરી લીધી છે.આ ઉપરાંત લોકો ઈચ્છે અને તેમની પાસે પર્સનલ રૂમની સગવડતા હોય અને પ્રાથમિક સહિતની તમામ સુવિધાઓ હોય તો તંત્ર દ્વારા હોમ આઇસોલેશન છૂટ આપવામાં આવી છે અને દર્દીઓ પોતાની રીતે હોમ આઇસોલેશન થઈ શકે છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતીરાએ જણાવ્યું હતું.