બાળકોના 100 ટકા રસીકરણનો ટાર્ગેટ પૂરો કરવાની ડીડીઓની સૂચના મોરબી : મોરબી જિલ્લામાં વયસ્કની સાથે બાળકો માટે પણ કોવિડ રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં 12થી14 વર્ષના બાળકોનું 100 ટકા રસીકરણ કરવાની ડીડીઓની સૂચનાને પગલે મોરબી જિલ્લામાં 20મીએ 12થી14 વર્ષના બાળકો માટે રસીકરણ હાથ ધરવામાં આવશે. મોરબી જિલ્લામાં હાલ 12થી 14 વર્ષના બાળકોના ચાલી રહેલા રસીકરણમાં બાકી રહી ગયેલા બાળકો માટે આગામી તા.20 જુનના રોજ મોરબી જિલ્લામાં હાલ 12થી 14 વર્ષના બાળકોના કોવિડ રસીકરણનું આયોજન કરવામાં આવ્યું છે. આથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જિલ્લાની દરેક સરકારી અને ખાનગી સ્કૂલને પરિપત્ર પાઠવી જે તે શાળામાં અભ્યાસ કરતા 12થી 14 વર્ષના બાળકો જો રસીકરણમાં બાકી રહી ગયા હોય તેવા બાળકોની યાદી તૈયાર કરી તાલુક હેલ્થ ઓફિસરને પહોંચડાવવા અને 100 ટકા રસીકરણમાં સહયોગ આપવા તાકીદ કરી છે.