મોરબી : મોરબી જિલ્લામાં કાલે સોમવારે કોવિડ વેક્સિનેશન માટે મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 217 સ્થળોએ વેક્સિનેશન કરવામાં આવનાર છે. મોરબી જિલ્લામાં આવતીકાલે તા. 27ના રોજ સોમવારે 217 જેટલા સ્થળોએ કોવિડ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે. જેમાં મોરબી તાલુકાના 71 સ્થળોએ, માળીયા તાલુકાના 16 સ્થળોએ, વાંકાનેર તાલુકાના 55 સ્થળોએ, ટંકારા તાલુકાના 26 સ્થળોએ તથા હળવદ તાલુકાના 49 સ્થળોએ કોરોના રસીકરણ કરવામાં આવશે. જેમાં કોવિશિલ્ડના કુલ 46,080 તથા કોવેક્સિનના કુલ 2920 ડોઝ આપવાનો ટાર્ગેટ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..