મોરબી: વવાણીયાની હાઈસ્કૂલમાં પીએચસી હસ્તક ખાનગી કંપનીના સહયોગથી કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જયદીપ એન્ડ કંપની વવાણીયા-મોરબીના સૌજન્યથી વવાણીયાની હાઈસ્કૂલમાં કોવિડ કેર આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે. આ સેન્ટર પીએચસી હસ્તક સંચાલિત થનાર છે. અહીં સાત્વિક ભોજન, નાસ્તો, ફ્રુટ, દવાઓ સહિતની સેવા જયદીપ એન્ડ કંપનીના સહયોગથી પુરી પાડવામાં આવશે. ઉક્ત સેન્ટરનો પ્રારંભ માળીયાના મામલતદાર પરમારના હસ્તે કરવામાં આવ્યો હતો. આ કાર્યમાં વવાણીયા ગામના સરપંચ અશ્વિનસિંહ પરમાર, રમેશભાઈ ખાદા, આમદભાઈ પટેલ સહિતના સેવા આપી રહ્યા છે. હોમ આઇસોલેશનમાં જરૂરી હોય એવી તમામ સવલતો જયદીપ એન્ડ કંપનીના જ્યૂભા ઉદયસિંહ જાડેજા, દિલુભા ઉદયસિંહ જાડેજા પુરી પાડી રહ્યા છે. કોઈપણ જ્ઞાતિના દર્દીઓ અહીં આઇસોલેશન હેઠળ દાખલ થઈ શકે છે. વધુ માહિતી માટે ગામના સરપંચ અશ્વિનસિંહ પરમારનો સંપર્ક મોબાઈલ નંબર 9913052009 પર કરી શકાય છે.