મોરબી : મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની બમણી રકમનો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને 9% વ્યાજ સાથે વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ફરીયાદી સેજોન ઇન્ડ. એક્સપર્ટ્સના ભાગીદાર વિશાલ મણીલાલ કાલરીયાએ આરોપી ધરમ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ પ્રમોદભાઈ ગાંધી, રહે- મુંબઈવાળાની સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસ નંબર-4465/2023 થી સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબની કોર્ટમાં દાખલ કરેલ હતી.જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ ગૌતમ વરીયાની ધારદાર દલીલ અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે તારીખ-25-11-2024 ના રોજ ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ ડી.કે.ચંદનાની સાહેબે આરોપી- ધરમ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ધર્મેશ પ્રમોદભાઈ ગાંધીને તકસીરવાન ઠરાવી આરોપીને 1 વર્ષની સાદી સજા અને ચેકની રકમ રૂપીયા 2,00,000/-ના ડબલ રૂપીયા 4,00,000/- નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને 9% વ્યાજ સાથે વળતર ચૂકવવા હુકમ ફરમાવેલ છે. તેમજ આરોપી નામદાર અદાલતમાં હાજર રહેલ ના હોય તેની સામે સજા વોરંટ કાઢવાનો હુકમ કરવામાં આવેલ છે. આમ નામદાર અદાલતે નામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં આરોપી મુદતે હાજર રહેતા ના હોય અને ફરીયાદીની ઉલટ તપાસના કામે ગેર હાજર રહી કેસ લંબાવતા હોય, તેવા આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો આપેલ છે. ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ વરીયા તથા બી.કે.ભટ્ટ રોકાયેલા હતા તેમ યાદીમાં જણાવાયું છે.