ધરમપુરના આરોપીને 1,90,000 ના ચેક રિટર્ન કેસમાં કસૂરવાર ઠેરવી 3,80,000 નો દંડ અને 9% વ્યાજ ચૂકવવાનો કોર્ટનો હુકમમોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલ શાંતિવન પ્લાય એન્ડ હાર્ડવેરના પ્રોપરાઇટર મયુરભાઈ મગનભાઈ કોટડીયા પાસેથી ધરમપુર ગામના ભરતભાઈ માવજીભાઈ મકવાણાએ અલગ અલગ હાર્ડવેરના માલની ખરીદી કરી હતી. આ બાકી નીકળતી રકમ ચૂકવવા માટે આરોપી ભરતભાઈએ 1,90,000 નો બેંક ઓફ ઇન્ડિયાનો ચેક આપ્યો હતો. આ ચેક બેંકમાં જમા કરાવતા તે અપૂરતા ભંડોળ (ફંડ ઇનસફિશિયન્ટ) ના શેરા સાથે પરત ફર્યો હતો.ચેક રિટર્ન થતાં ફરિયાદી મયુરભાઈ કોટડીયાએ મોરબીની કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો હતો. આ કેસ મોરબીના બીજા એડિશનલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શબાનાબાનુ અબ્દુલરઝાક મેમણની કોર્ટમાં ચાલ્યો હતો.આ ટ્રાયલ ચાલતા કેસમાં ફરિયાદી તરફે વકીલ આર. ડી. ડાંગર સહિતના વકીલોની દલીલો અને રજૂ કરાયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી ભરતભાઈ મકવાણાને કસૂરવાર ઠેરવ્યા છે. કોર્ટે આરોપીને 1 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે વિવાદિત ચેકની રકમના ડબલ એટલે કે 3,80,000 નો દંડ ભરવાનો હુકમ કર્યો છે. આ દંડની રકમમાંથી ફરિયાદીને ચેકની રકમ પર ફરિયાદની તારીખથી ચૂકવણીની તારીખ સુધી વાર્ષિક 9% વ્યાજ સહિત ચૂકવી આપવાનો આદેશ કરાયો છે. જો આરોપી દંડ ભરવામાં કસૂર કરે તો વધુ 90 દિવસની સાદી કેદની સજા ભોગવવાનો પણ કોર્ટે હુકમ ફરમાવ્યો છે.આ કેસમાં ફરિયાદી તરફે મીહિર ડી. કુંભરવાડીયા, રાહુલ ડી. ડાંગર, વિવેક કે. વરસડા, રાહુલ ગોલતર, રાહુલ બસીયા, જય કગથરા અને સહાયક તરીકે મનોજ ડી. ગરચર રોકાયેલ હતા.#Morbi #MorbiUpdate #CheckReturnCase #MorbiCourt #CrimeNews #Justice #MorbiNews