જોધપર નદી ગામે વર્ષ 2015માં બનેલા બનાવમાં બે સરકારી કર્મચારી સહીત ચારને સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી : મોરબી તાલુકાના જોધપર નદી ગામે વર્ષ 2015ની સાલમાં ઘાતક હથિયારો ધારણ કરી ઇજા પહોંચાડવાના કેસમાં મોરબીની નામદાર અદાલતે ચાર આરોપીઓને દાખલારૂપ 14 માસની સજા ફટકારતો હુકમ કર્યો છે.ઉલ્લેખનીય છે કે આ કેસમાં સજા પામનાર બે આરોપી સરકારી કર્મચારી છે. આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2015માં જોધપર નદી ગામે ફરિયાદી સંજય દિનેશભાઇ ઝીંઝુવાડિયા ઉપર આરોપી સાગર જેરાજ દંતેસરીયા(ટપાલ વિભાગ-કેન્દ્રીય કર્મચારી), ધનજી પથુ દંતેસરીયા, જેરાજ પથુ દંતેસરીયા ( ઇરીગેશન વિભાગના કર્મચારી ) અને મયુર જેરાજ દંતેસરીયાએ ઘાતક હથિયારો ધારણ કરી ફરિયાદીને માર મારી ઇજા પહોંચાડતા મોરબી તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ 324, 114 અને 506 (2) મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ કેસ મોરબીની નામદાર અદાલતમાં ચાલી જતા નામદાર કોર્ટે ફરિયાદીની જુબાની તથા ઇજા પામનારની જુબાની ઉપરાંત મેડિકલ પુરાવા અને તપાસનીશ અધિકારીઓની જુબાનીના અંતે તમામ પુરાવાનું મૂલ્યાંકન કરી ચારેય આરોપીઓને 14 માસની સજા અને દંડ ફટકારી સમાજમાં દાખલો બેસે તેઓ નોંધપાત્ર ચુકાદો આપ્યો છે. આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ પૂજાબેન જોશી તથા ફરિયાદ પક્ષે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણીયા રોકાયેલા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..