લેન્ડ ગ્રેબિંગ કેસમાં રિમાન્ડ દરમિયાન પણ રૂમની ચાવીઓ હજુ ન સોંપી હોવાની સરકાર પક્ષે રજુઆત મોરબી : મોરબીના પ્રસિદ્ધ જડેશ્વર મંદિરના પૂજારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ નોંધાયા બાદ બન્નેની ધરપકડ કરાતા જામીન ઉપર છૂટવા અરજી કરતા સરકાર પક્ષે ધારદાર દલીલો કરાતા બન્નેની જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી યશવંત મણીલાલ જોષીએ મંદિરના પૂજારી હર્ષદગીરી ગોવિંદગીરી ગોસ્વામી, રાજુગીરી ગોવીંદગીરી ગોસ્વામી સામે મંદિરનો ગેરકાયદેસર કબજો લેવા મામલે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવતા બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મંદિરના પૂજારી દ્વારા રેગ્યુલર જામીન માટે અરજી કરતા સરકાર પક્ષે બન્ને આરોપીઓ તપાસમાં સહકાર ન આપતા હોવાનું અને હજુ પણ મંદિરના રૂમની ચાવી સોંપી ન હોવા સહિતના મુદ્દે ધારદાર દલીલો કરી જામીન સામે વાંધો રજૂ કરતા અદાલત દ્વારા બન્ને પૂજારીની જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી. આ કેસમાં સરકારપક્ષે સંજય સી. દવે રોકાયા હતા. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..