ટંકારા : મોરબીના ટંકારામાં આવેલી ઉમા ફૂડ પ્રોડક્ટ્સને પુનાની કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી પાસેથી લેણી રકમ રૂ. 6,34,500 સાથે 7% વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવા મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજએ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો.કેસની વિગત અનુસાર, પુનાની કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીના ડાયરેક્ટરોએ, મોરબીના ટંકારામાં આવેલ ઉમા ફૂડ પ્રોડક્ટ્સ પાસેથી માલ ખરીદ્યો હતો. જેમાં કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડે બાકી નીકળતી રકમ રૂ. 6,34,500 ચૂકવવામાં ગલ્લા તલ્લાં કરતાં ઉમા ફૂડ પ્રોડક્ટ્સના પાર્ટનરએ તેમની પેઢીના એડવોકેટ કેતનકુમાર કે. નાયક તેમજ નલીનકુમાર ટી. અઘારા મારફત લીગલ ડિમાન્ડ નોટિસ મોકલી હતી. તેમ છતાં કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરોએ બાકી રકમ ન ચૂકવતા નાછૂટકે ઉમા ફૂડ પ્રોડક્ટ્સના પાર્ટનરએ મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજ સમક્ષ બાકીની રકમ વસૂલ કરવા માટે દાવો દાખલ કરેલ હતો.આ દાવામાં કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ સામે સમન્સ કાઢવાનો હુકમ કર્યો. બાદમાં વાદીની દાવા અંગેની હકીકત, સોગંદનામાં, લેખિત પુરાવા તેમજ વાદીના વકીલની દલીલો અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને મોરબીના પ્રિન્સિપાલ સિનિયર સીવીલ જજએ ઉમા ફૂડ પ્રોડક્ટ્સને પુનાની કાંટે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢી પાસેથી લેણી રકમ રૂ. 6,34,500 સાથે દાવો દાખલ કર્યાથી 7% વ્યાજ અને ખર્ચ સહિતની રકમ વસૂલવાનો હુકમ કર્યો છે.