હળવદ : હળવદના મેહુલભાઈ ભૂપતભાઈ રાતૈયાનું પીકઅપ વાહન હળવદ માર્કેટિંગ યાર્ડ પાસેથી 20 ડિસેમ્બર 2023ના રોજ ચોરાયું હતું. તેમણે આ વાહનનો વીમો ચોલા મંડલમ જનરલ ઈન્સ્યૂરન્સ કંપની પાસેથી લીધેલો હતો. પરંતુ વીમા કંપનીએ ફરિયાદ મોડી લખાવ્યાનું કહીને વીમો આપવાના ના પાડી હતી. આ મામલે ગ્રાહકે મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતાં આ કેસ કોર્ટમાં ચાલી જતાં ગ્રાહક આદાલતે 3,32,500 રૂપિયા 6 ટકાના વ્યાજ સાથે વાહન માલીકને ચુકવી આપવા આદેશ આપ્યો છે.