ત્રણેયને રૂ. 4-4 હજારનો દંડ, રકમ ન ભરે તો 15 દિવસમી કેદની સજાનો હુકમ વાંકાનેર : વાંકાનેરમાં બે વર્ષ પૂર્વે લગ્ન પ્રસંગે લાઈટ ડેકોરેશન તોડી તેમજ ગાડીના કાચ તોડીને ધમાલ મચાવનાર ત્રણ આરોપીઓને કોર્ટે તકસીરવાન ઠેરવીને રૂ.4-4 હજારનો દંડ ફટકાર્યો છે. ફરિયાદી ભાવેશભાઈ અલાઉદ્દીનભાઈએ તા. 10/2/2020 ના રોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી કે તેઓના નાના ભાઈના લગ્ન પ્રસંગે મંડપ તથા લાઈટો ગોઠવેલ હોય જ્યાં આવી આરોપીપએ લાકડી, ધોકા મારીને લાઈટના ડેકોરેશન તથા બજારમાં પડેલ બે મોટરકારના કાચ તોડી નુકસાની કરેલ હતી અને જાહેરનામાનો ભંગ કરેલો હતો. આ કેસ વાંકાનેર મહેરબાન એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.કે.પટેલ સાહેબની કોર્ટમાં ચાલી જતા કેસમાં સરકાર તરફે સરકારી વકીલ એ.એન. પટેલની ધારદાર દલીલો ધ્યાને લઈ નામદાર કોર્ટે ભાવેશભાઈ રામજીભાઈ, નારણભાઈ લખમણભાઇ, પૃથ્વીસિંહ નરેન્દ્રસિંહ આ ત્રણેય આરોપીઓને રૂ.4- 4 હજારનો દંડ કરેલ છે જેમાંથી રૂ.5,000 ભાઈ અયુબભાઈ અકમદભાઈ તથા રૂ.5000 અબ્બાસભાઈ મોહમ્મદભાઈ કડીવારને નુકસાનીના વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલ છે અને જો આરોપીઓ દંડ ન ભરે તો 15 દિવસની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ છે.