હોળી રમતા બાળકોની સાયકલ લઈ ગયા બાદ સાયકલ પરત લેવા જતા ઝઘડો કર્યોવાંકાનેર : વાંકાનેર શહેરમાં રામચોકમાં આવેલ શુક્લ શેરીમાં વાર તહેવારે ઝઘડો કરવા ટેવાયેલ દંપતીએ ગઈકાલે શેરીમાં બાળકો રંગે રમતા હતા ત્યારે ત્યાં આવી વીડિયો ઉતારી બાળકોની સાયકલ લઈ જતા રહેતા સાયકલ પરત લેવા ગયેલા બાળકો અને તેમના વાલીઓ પર ઇટ અને પથ્થર વરસાવતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર રામચોકમાં આવેલ શુક્લ શેરીમાં રહેતા ખુશ્બૂબેન મહેન્દ્રભાઈ વરસડા ઉ.31 નામના મહિલાએ આરોપી જ્યોતિકાબેન બટુકભાઈ મેઘાણી અને આરોપી બટુકભાઈ ગોરધનભાઇ મેઘાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમના બાળકો તેમજ આડોશ પડોશના શેરીના બાળકો રંગે રમતા હતા ત્યારે આરોપી જ્યોતિકાબેને ત્યાં આવી બાળકોની સાયકલ પર બેસી વીડિયો ઉતારી બાદમાં સાયકલ પોતાના ઘર પાસે લઈ ગયા હતા.જેથી ખુશ્બૂબેન તેમજ અન્ય મહિલા અને પુરૂષો સાયકલ લેવા જતા આરોપી દંપતીએ પથ્થર અને ઇટના ઘા કરતા ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત આરોપી જ્યોતિકાબેને ખુશ્બૂબેનને લાકડી ફટકારી દેતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.