મોરબી : માળીયા મિયાણા તાલુકામાં ધૂળકોટથી ઘાટીલા ગામ જવાના રસ્તે બાઈક લઈને જઈ રહેલા દંપતીને છકડો રીક્ષાચાલકે હડફેટે લેતા દંપતીને ઇજાઓ પહોંચતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા સંગીતાબેન મહેશભાઇ ગડેશિયા ઉ.37 નામના મહિલાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં આરોપી રજનીભાઇ બાબુભાઇ ધોરકડીયા રહે.સુરવદર તા.હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગત તા.2 મે ના રોજ તેઓ તેમના પતિ મહેશભાઈ ગડેશિયા સાથે બાઈક નંબર જીજે - 36 - એન - 2679 લઈને ઘાટીલા ગામ જતા હતા ત્યારે રાત્રીના સમયે સામેથી આવતા છકડો રીક્ષા ચાલક રજનીભાઈએ બાઈક સાથે અકસ્માત સર્જતાં સંગીતાબેન તેમજ મહેશભાઈને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ રીક્ષા ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.