કોઝવે ઉપર બેગ પડી ગયા બાદ તેને લેવા જતા બન્ને ડૂબ્યા : પત્નીને ખેતમજૂરોએ બચાવી લીધી મોરબી : મોરબી નજીક નારણકા જવાના રસ્તે કોઝવે ઉપરથી બાઇક લઈને પસાર થતું દંપતિ પાણીના ડુબ્યુ હતું. જેમાં પત્નીનો બચાવ થયો છે. પણ પતિ હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા રફિકભાઈ હુશેનભાઈ શેખ તથા તેમની પત્ની ખેવારીયાથી નારણકા જવાના રસ્તામાં બેઠાણવાળા કોઝવેની પાસે આવેલ તળાવમાં ડૂબ્યા હતા. નીચાણવાળા કોઝવેમાં બાઇક લઇને થતી વેળાએ મોબાઈલ-પાકિટને સામાનની બેગ પડી જતા લેવા જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. બપોરના સમયે બનેલ આ ઘટનામાં ખેતરમાં કામ કરતા મજૂરે પત્નીને બચાવી લીધી હતી. જ્યારે પતિ રફિકભાઈનો હજૂ સુધી કોઈ પત્તો નહી હોવાની માહિતી મળી છે. ખેવારીયા ગ્રામજનો તથા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું છે.