મોરબી : માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા લખમણભાઈ તિકમભાઈ ચાવડાને જડબાનું કેન્સર થતા તેમની ખબર કાઢવા ગયેલા મોરબીના મુળજીભાઈ સોલંકી અને તેમના પત્ની નાનીબેન સોલંકી ઉપર આરોપી કેશુભાઈ તિકમભાઈ ચાવડા, અક્ષય કેશુભાઈ ચાવડા અને વિનુબેન કેશુભાઈ ચાવડાએ લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.