સંગમ વોટર પાર્ક નજીક બનેલી ઘટનામાં અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધાયો મોરબી : રાજકોટ મોરબી હાઇવે ઉપર અજાણ્યા કાર ચાલકે પાછળથી ઠોકર મારતા મોટર સાયકલ ઉપર જઈ રહેલા દંપતિ અને તેમની બે પુત્રીને ઇજાઓ પહોંચતા અકસ્માત મામલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુન્હો દાખલ થયો છે. બનાવ અંગે સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર દરવાજા પાસે રહેતા વિજયભાઇ નારણભાઇ હાડા તેમના પત્ની અને બે પુત્રી સાથે લજાઈથી મોરબી પરત આવતા હતા ત્યારે ગત તા.5ના રોજ સંગમ વોટરપાર્ક નજીક અજાણી સફેદ કલરની કારના ચાલકે પાછળથી ઠોકર મારતા વિજયભાઈને માથાના ભાગે તેમની પુત્રી નીધીને ડોકમા ઇજા થયેલ જેમા નવ ટાંકા આવેલ તથા સંધ્યાને જમણા આંખના નેણ પાસે ઇજા થતા ત્રણ ટાંકા આવેલ અને વિજયભાઈના પત્નીને માથાના ભાગે હેમરેજ થયું હતું. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છુટયો હતો. આ ઘટનામાં એ ડિવિઝન પોલીસે વિજયભાઈની ફરિયાદના આધારે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ એમવી એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..