હળવદ : હળવદ પોલીસ ટીમ દ્વારા ભલગામડા ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ભલગામડા ગામમાં રહેતા જીતુ અમરશીભાઈ ઉઘરેજાની વાડીએ તપાસ કરતા ત્યાંથી રૂ. 1000 ની કિંમતનો 1 દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો જેને પોલીસે કબજે કર્યો છે. આ મામલે હળવદ પોલીસે આરોપી જીતુ અમરશીભાઈ ઉઘરેજા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ ગુનામાં ફરાર (વોન્ટેડ) આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.#MorbiUpdate #HalvadPolice #MorbiCrime #ArmsAct #GujaratPolice #HalvadNews #MorbiNews