મોરબી : વાંકાનેર તાલુકાના જામસર ગામની સીમમાં આવેલ પ્રાથમિક શાળા પાસે એક વાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ દરોડામાં પોલીસે કુલ ૧૩,૦૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી.પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ પલાણીને મળેલી બાતમીના આધારે પોલીસે જામસર ચોકડીથી જામસર ગામ તરફ જતા રસ્તે આવેલ પ્રાથમિક શાળા પાસેની આરોપીના કબ્જા ભોગવટાવાળી વાડીમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે આરોપી દશરથભાઈ ઉર્ફે સવજીભાઈ લાલજીભાઈ શીહોરા (રહે. જામસર, તા. વાંકાનેર, જી. મોરબી) ને ઝડપી લીધો હતો. સ્થળ પરથી ૧૫ લીટર દેશી દારૂ (કિંમત રૂ. ૩,૦૦૦), ૧૦૦ લીટર ગરમ આથો (કિંમત રૂ. ૨,૫૦૦) અને ૩૦૦ લીટર ઠંડો આથો (કિંમત રૂ. ૭,૫૦૦) મળી કુલ રૂપિયા ૧૩,૦૦૦ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે દારૂ જપ્ત કરી, ગરમ અને ઠંડા આથાનો સ્થળ પર જ ઢોળીને નાશ કર્યો હતો અને આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી.પટેલ, એ.એસ.આઈ. ક્રિપાલસિંહ ચાવડા, જીતેન્દ્રકુમાર અઘારા, ચમનભાઈ ચાવડા, સામતભાઈ છુછીયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ રંગાણી, બ્રીજેશભાઈ બોરીચા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.#MorbiUpdate #MorbiNews #Wankaner #CrimeNews #GujaratPolice #Prohibition #LocalNews #MorbiPolice