ચાલુ ભઠ્ઠી ઉપર દરોડા બાદ ગરમ આથો, ગરમા - ગરમ દારૂ કબ્જેવાંકાનેર : વાંકાનેર તાલુકાના વિરપર અને ભીમગુડા ગામની વચ્ચે તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી ડાયાભાઇ મનજીભાઈ વીંજવાડિયા રહે.ઓળ ગામ વાળાને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ 100 લીટર ગરમ આથો, 400 લીટર ઠંડો આથો, 40 લીટર ગરમા ગરમ દેશી દારૂ તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 26,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.જ્યારે આરોપી ભુદર ચોથભાઈ ડાંગરોચા પોલીસને જોઈ નાસી જતા પોલીસે ભુદરને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.