હળવદ : હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે આરોપી વિક્રમ ચંદુભાઈ સુરેલા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે દરોડો પાડી બનાવ સ્થળેથી 1600 લીટર આથો, ગેસના ચૂલા, બાટલા, ગોળના ડબ્બા સહિત રૂપિયા 5400ના મુદામાલનો નાશ કર્યો હતો. જો કે રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે આરોપી વિક્રમ સુરેલાને ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.