ટંકારા : આગામી તા. 28 ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છે. ત્યારે આ વખતે પહેલી વાર શહેરના ભાગોળે આવેલી રાજકોટ રોડ પર રામાપીરના મંદીરની બાજુમાં ઈન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ ખાતેથી ડિસ્પેચ અને મત ગણતરી હાથ ધરાશે. આ માટે વહીવટી તંત્ર અને ચુંટણી અધિકારી દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વાહન પાર્કિંગ, ગણતરી વિભાગ, ઈ.વી.એમ. રુમ સહિત વિભાગો નક્કી કરી દેવામાં આવ્યા છે.