સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, 43 ડિગ્રી તાપને ધ્યાનમાં રાખીને ઘૂંટુ પોલીટેકનીક કોલેજ ખાતે કુલર અને છાંયડાની વિશેષ વ્યવસ્થામોરબી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવતીકાલે મંગળવારે મતગણતરી યોજાનાર છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. મોરબી મહાનગરપાલિકાની મતગણતરી ઘૂંટુ પોલીટેકનીક કોલેજ ખાતે બી-વિંગમાં થશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વોર્ડ નંબર 1 થી 4, ફર્સ્ટ ફ્લોર પર 5 થી 9 અને સેકન્ડ ફ્લોર પર 10 થી 13 ની ગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયામાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને ત્યારબાદ EVM ની ગણતરી શરૂ કરાશે. દરેક વોર્ડની ગણતરી માટે અંદાજે એક રાઉન્ડમાં 8 થી 10 બૂથની ગણતરી થવાની શક્યતા છે અને એક વોર્ડની ગણતરી પૂર્ણ થયા બાદ જ બીજા વોર્ડની ગણતરીનો સ્ટાફ અંદર જશે.મોરબી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી ઘૂંટુ કોલેજના એ-વિંગમાં થશે. જેમાં તાલુકા પંચાયત માટે 2 RO અને જિલ્લા પંચાયતની મોરબી તાલુકાની 6 સીટો માટે 1 RO ની નિમણૂક કરાઈ છે, જેમાં એક રાઉન્ડમાં 6 થી 7 બૂથની ગણતરી થશે. 43 ડિગ્રી જેટલા આકરા તાપની શક્યતાને પગલે ઘૂંટુ પોલીટેકનીક કોલેજ ખાતે ઉમેદવારો, તેમના ટેકેદારો અને સ્ટાફ માટે છાંયડો તેમજ કુલરની વિશેષ વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે જેથી ગરમીમાં કોઈને હાલાકી ન ભોગવવી પડે. બપોર સુધીમાં મોટાભાગના પરિણામો સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે.આ ઉપરાંત જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ અંદાજે 500 જેટલા સ્ટાફ સાથે ગણતરી કરવામાં આવશે. ટંકારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી ટંકારાની ITI ખાતે થશે. માળિયા મિયાણા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોની મતગણતરી મોટી બરાર સ્થિત મોડેલ સ્કૂલ ખાતે થશે.હળવદ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોની ગણતરી હળવદ મોડેલ સ્કૂલ ખાતે હાથ ધરાશે. જ્યારે વાંકાનેર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની મતગણતરી વાંકાનેરની અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #Election #VoteCounting #LocalBodyElections #MorbiNews #GujaratElections