પાંચેય તાલુકા મથકે આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણના હાથ ધરાઈ સરપંચ પદના 405 ઉમેદવારોમાંથી કોણ બાજી મારશે ? ભારે ઉત્તેજના મોરબી : મોરબી જિલ્લામાં રવિવારે 197 ગ્રામ પંચાયતની ચૂંટણીઓ શાંતિપૂર્વક સંપન્ન થઈ હતી. આ તમામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે ચૂંટણી લડતા 504 જેટલા ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું.ત્યારે આજે આ ગ્રામ પંચાયતની ચૂંટણીની આથી સવારથી જ મતગણતરી શરૂ થઈ છે. જેમ જેમ મતપેટીઓ ખુલી રહી છે તેમ તેમ ઉત્તેજના વધી રહી છે. ત્યારે સરપંચ પદના 405 ઉમેદવારોમાંથી કોણ બાજી મારશે ? ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. મોરબી જિલ્લાની એક પેટા મળીને કુલ 197 ગ્રામ પંચાયતની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ 79 ટકા જેટલું જંગી મતદાન થયું હતું. ગામના જાત જાતના વિકાસ મોડેલ દર્શાવી મતદારોને રીઝવવા માટે છેલ્લી ઘડી સુધી બનતા તમામ પ્રયાસ કરનાર સરપંચ પદની કુલ 195 બેઠક સામેના 504 દાવેદારો અને વોર્ડના સભ્યોની કુલ 1048 બેઠક સામેના 2210 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ છે અને મતદાન પૂરું થયા બાદ કુલ 405 બુથમાંથી તમામ મતપેટીને નક્કી કરાયેલા રિસીવિંગ એન્ડ ડિસપેચ સેન્ટરમાં સુરક્ષિત રીતે રાખવામાં આવી હતી. દરમિયાન આજે આ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું શરૂ થઈ ગયું છે. જેમાં મોરબી માટે રિસીવિંગ અને ડિસપેચ સેન્ટર સરકારી પોલીટેક્નિક કોલેજ-ઘુંટુ, ટંકારા માટે ઓરપેટ કન્યા વિદ્યાલય, વાંકાનેરના અમરસિંહજી હાઇસ્કુલ, હળવદમાં મોડેલ સ્કૂલ, માળીયામાં મોટી બરાર ખાતેની મોડેલ સ્કૂલ ખાતે જ મતગણતરી પ્રક્રિયા ચાલી રહી છે. મોરબી તાલુકામાં 27 ટેબલમાં 120 જેટલો સ્ટાફ, માળિયા તાલુકામાં 16 ટેબલ ઉપર 100 જેટલો સ્ટાફ, ટંકારા તાલુકામાં 11 ટેબલ ઉપર 95 જેટલો સ્ટાફ, વાંકાનેર તાલુકામાં 24 ટેબલ ઉપર 150 જેટલો સ્ટાફે મતગણતરી શરૂ કરી છે. આમ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો માટે 107 ટેબલ ઉપર 585 જેટલો સ્ટાફે મતગણતરી હાથ ધરી છે. મતગણતરી સ્થળો ઉપર ઉમેદવારો અને તેમના સમર્થકોની ભારે ભીડ જામી છે અને જેમ જેમ ચૂંટણીનું પરિણામ જાહેર થઈ રહ્યું છે તેમ તેમ ઉત્તેજના વધી રહી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..