રસ્તો પહોળો કરવા મામલે ચાર શખ્સોએ મહિલા સહિતનાઓને ધારિયા-કુહાડીના ઘા માર્યાની ફરિયાદ મોરબી : મોરબીના ગોકુલનગરમાં રસ્તા બાબતે ચાલતા જુના ઝઘડાના મનદુઃખમાં મોરબી નગરપાલિકાના સદસ્ય ઉપર ગઈકાલે 11 શખ્સોએ હાહુમલો કર્યાની ફરિયાદ નોંધાયા બાદ સામાપક્ષે પણ નગરપાલિકાના પૂર્વ સદસ્યએ ધારિયા-કુહાડીના ઘા માર્યાની વળતી ફરિયાદ નોંધાવી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગોકુલ નગરમાં રહેતા કિરણબેન રતીલાલભાઇ ડાભીએ આરોપી રોહીત શામજીભાઇ કણજારીયા, સંજયભાઇ ગોવિંદભાઇ કણજારીયા, રમેશભાઇ ગોવિદભાઇ કણજારીયા અને આરોપી હરેશભાઇ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, રસ્તો પહોળો કરવાનું કામ ચાલતું હતું ત્યારે આરોપીઓએ આવી ફરિયાદીના પતિ રતિલાલ સાથે ઝઘડો કરી કુહાડી તેમજ ધારિયાના ઊંધા ઘા મારી સાહેદ ચંપાબેન, લીલીબેન, લાભુબેન તેમજ તેમના પતિ રતિલાલ અને ફરિયાદીને ઈજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે વળતી ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે.