મોરબીઃ આજે રક્ષાબંધનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી નગરપાલિકાના કાઉન્સિલર જશવંતીબેન સિરોહિયા અને તેમના પતિ અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ સિરોહીયાએ સફાઈ કામદાર બહેનો પાસે રાખડી બંધાવી રક્ષાબંધનનની ઉજવણી કરી હતી. રક્ષાબંધન નિમિત્તે આજે નગરપાલિકાના વોર્ડ નંબર 4ના કાઉન્સિલર જશવંતીબેન શિરોહીયા અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ સિરોહીયાએ વોર્ડ નંબર 4ના સોઓરડી વિસ્તામાં સફાઈ કામદાર વાલ્મિકી સમાજના બહેનો પાસે રાખડી બંધાવી હતી અને બહેનોને મિઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા.