મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 24 સપ્ટેમ્બર ને બુધવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર અને ચણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 505 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1450 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 187 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 556 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 125 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1960 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 932 રૂપિયા, જીરુંના 3510, બાજરાના 385, જુવારના 715 અને ચણાના 1020 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 700 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 300 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 280 રૂપિયા ભાવ બોલાયા છે.