મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 29 સપ્ટેમ્બર ને સોમવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, અડદ, ચણા અને કાળા તલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 1221 ક્વિન્ટલ એટલે કે 6015 મણ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1520 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 128 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 550 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 50 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1824 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 1017, જીરુંના 3370, બાજરાના 475, અડદના 1047, ચણાના 996 અને કાળા તલના 3305 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1000 રૂપિયા, ભીંડાના 300 રૂપિયા, ટામેટાના 400 રૂપિયા, કોબીજના 240 રૂપિયા, કાકડીના 400 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 340 રૂપિયા અને સુક્કી ડુંગળીના 280 રૂપિયા ભાવ બોલાયા છે.