મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 10 ડિસેમ્બર ને બુધવારના રોજ 2572 ક્વિન્ટલ એટલે કે 12860 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1600 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 430 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. મગફળીના સૌથી ઉંચા ભાવ 1260 રૂપિયા બોલાયા છે. તો ઘઉંના 557, તલના 2156, જીરુંના 3800, બાજરાના 500, જુવારના 944, સોયાબીનના 850, અડદના 1200, ચણાના 980, એરંડાના 1280 અને કાળા તલના 4520 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1400, કારેલાના 700, ગુવારના 1600, ભીંડાના 1100, ટમેટાના 600, કોબીજના 360, કાકડીના 600, લીંબુના 500, દુધીના 400 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 260 સુધીના બોલાયા હતા.