મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં ત્રણેક દિવસના વિરામ બાદ આજે ફરીથી કપાસની આવક શરૂ થઈ છે. મોરબી યાર્ડમાં આજે તારીખ 1 નવેમ્બર ને શનિવારના રોજ 1534 ક્વિન્ટલ એટલે કે 7670 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1543 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 63 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 548 રૂપિયા બોલાયા છે. તો મગફળીના 1096, જીરુના 3600, બાજરાના 347, સોયાબીનના 849, અડદના 1300 અને ચણાના 1066 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 500, કારેલાના 600, ગુવારના 1000, ભીંડાના 700, ટમેટાના 460, કોબીજના 260, કાકડીના 500, લીંબુના 800, દુધીના 300 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.