437 ક્વિન્ટલ ઘઉંની આવક, ભાવ 552 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 4 સપ્ટેમ્બર ને બુધવારના રોજ કપાસની આવક શરૂ થઈ છે. ઉપરાંય ઘઉં, તલ, જીરું, બાજરો, જુવાર, મગ, તુવેર, ચણા અને કાળા તલ ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 5 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ભાવ 1451 પ્રતિમણ સુધી બોલાયા છે. તો 437 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 552 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 50 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 2010 સુધી બોલાયા હતા. તો જીરુંના 3540, બાજરાના 540, જુવારના 861, મગના 1450, તુવેરના 1151, ચણાના 1000 અને કાળા તલના 3900 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 260 રૂપિયા, રીંગણાના 800 રૂપિયા, કારેલાના 100 રૂપિયા, ગુવારના 800 રૂપિયા, ભીંડાના 400 રૂપિયા, ટામેટાના 600 રૂપિયા, કોબીજના 320 રૂપિયા, કાકડીના 440 રૂપિયા, લીંબુના 500 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.