અન્ય જણસીઓની નજીવી આવક થવા પામીમોરબી : મોરબી જિલ્લામાં પડી રહેલા માવઠાના કારણે મોરબી માર્કેટિંગ યાર્ડમાં સતત બીજા દિવસે કપાસની આવક બંધ રહી છે. વરસાદના કારણે મોરબી યાર્ડમાં આજે તારીખ 30 ઓક્ટોબર ને ગુરુવારના રોજ અન્ય જણસીઓની પણ નજીવી આવક થઈ હતી. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 41 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 561 રૂપિયા બોલાયા છે. તો તલના 1836, જીરુના 3590, સોયાબીનના 835, અડદના 1254 અને ચણાના 1062 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 400, કારેલાના 600, ગુવારના 800, ભીંડાના 400, ટમેટાના 400, કોબીજના 240, કાકડીના 400, લીંબુના 700, દુધીના 200 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 340 સુધીના બોલાયા હતા.