દિવાળી પહેલા જ વિવિધ જણસીઓની આવક શરૂ હળવદના ખેડૂતે 100 મણ જેટલી મગફળી ઠાલવી મોરબી : મોરબીમાં આમ તો હવે રહી રહીને ભાદરવામાં ચોમાસુ બરાબરનું જામ્યું છે. ત્યારે ખેતરોમાં દિવાળી નજીક પાકના ઉતારા થતા હોય છે. પરંતુ અગાઉ વાવેતર કરનાર ઘણા ખેડૂતોના ખેતરમાંથી પાક લણાઇ ગયા છે અને ખેડૂતો વિવિધ જણસીઓ વેચવા માટે યાર્ડમાં ઠાલવી રહ્યા છે. જેથી મોરબીના માર્કેટીંગ યાર્ડમાં કપાસ અને મગફળીની ધૂમ આવક થઈ છે અને હળવદના ખેડૂતે 100 મણ જેટલી મગફળી ઠાલવી હતી. મોરબીના માર્કેટીંગ યાર્ડમાં દિવાળી પહેલા જ અત્યારથી વિવિધ જણસીઓની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં કપાસ, મગફળી સહિતની જણસીઓની ભારે આવક થઈ હતી. જ્યારે ગઇકાલથી મગફળીની આવક શરૂ થઈ છે. પ્રથમ દિવસે જ હળવદના સુંદરી ભવાની ગામના ખેડૂત દાજીભાઈ હેમાભાઈ સોલંકીએ 100 મણ જેટલી મગફળી ઠાલવી હતી. કપાસની આવક પણ વધી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી કપાસની આવકમાં ઉછાળો આવ્યો છે. મોરબી માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે 150 કવીન્ટલ કપાસ, 281 કવીન્ટલ ઘઉં, મગફળી 100 મણ, 25 કવીન્ટલ જીરું, 56 કવીન્ટલ બાજરો, 18 કવીન્ટલ એરંડા સહિતના પાકોની આવક થઈ હતી. જ્યારે કપાસનો ઉંચો ભાવ રૂ. 1303 અને નિચો ભાવ રૂ. 851 તેમજ મગફળીનો ઉંચો ભાવ રૂ. 1188 અને નિચો ભાવ રૂ. 1 હજાર રહ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..