હાલ રાજ્ય કક્ષાએ ડેટા ટ્રાન્સફરની પ્રક્રિયા ચાલુ છે : મહાપાલિકામોરબી : મોરબીમાં જુના પોર્ટલ મારફત આપેલા જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવાની કામગીરી હાલ બંધ છે. મહાપાલિકાએ જાહેર કર્યું છે કે ડેટા ટ્રાન્સફરની કામગીરી હાલ રાજ્ય કક્ષાએ ચાલુ છે. જે પૂર્ણ થયા બાદ સુધારા-વધારાની કામગીરી થઈ શકશે. વધુમાં મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયું છે કે જન્મ મરણ શાખા દ્વારા હાલમા સિવિક સેન્ટર મોરબી ખાતે જન્મ મરણ પ્રમાણપત્ર કાઢવાની કામગીરી કરવામા આવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા તા.૧/૯/૨૦૨૫ થી સી.આર.એસ. પોર્ટલ મારફતે ડીજીટલ જન્મ મરણ પ્રમાણપત્ર આપવામા આવે છે જે અન્વયે મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૧/૯/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ ના સમયગાળા દરમિયાન ૫૯૮૧ જન્મ પ્રમાણપત્ર તથા ૮૮૨ મરણ પ્રમાણપત્ર આપવામા આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા વિસ્તારમા થયેલ જન્મ મરણ પ્રમાણપત્ર માટેની કામગીરી હાલમા સિવિક સેન્ટર મોરબી ખાતે ઓફિસ સમય દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય કરવામા આવે છે. ઇ-ઓળખમાથી આપેલ પ્રમાણપત્રમા બાળકનુ પુરુ નામ કે અન્ય સુધારા માટે હાલમા ઇ-ઓળખ પોર્ટલનો ડેટા સી.આર.એસ. પોર્ટલમા ટ્રાન્સફરની કામગીરી રાજ્ય કક્ષાએથી ચાલુ હોઇ ડેટા ટ્રાન્સફર કામગીરી પુર્ણ થયા બાદ પ્રમાણપત્રમા સુધારા માટે કચેરીનો સંપર્ક કરવા અપીલ છે.