મોરબી : મોરબીની એલઇ કોલેજના કેમ્પસમાં કોરોના ટેસ્ટનો કેમ્પ યોજાયો હતો. જેમાં 146 જેટલા છાત્રો અને સ્ટાફના કોવિડ ટેસ્ટ કરાયા હતા. આ તમામ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. મોરબીની એલઇ કોલેજમાં પ્રથમ અને અંતિમ સેમેસ્ટરના વર્ગો શરૂ થયા છે. અહીંની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવતા હોય વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તકેદારીના ભાગરૂપે તમામ છાત્રો માટે કોરોના ટેસ્ટનો કેમ્પ ગોઠવવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 146 વિદ્યાર્થીઓએ ટેસ્ટ કરાવ્યા હતા. આ સાથે અહીં રહેતા સ્ટાફ તથા તેના પરિવારજનોએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જો કે અહીં એક પણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો.