આજથી ગામની શેરીએ-શેરીએ ટેંસ્ટિંગ હાથ ધરીને સમસ્ત ગ્રામજનોના કોરોના ટેસ્ટ કરવાનો સંકલ્પ કરાયો મોરબી : મોરબીના રાજપર ગામે તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં મોટા પ્રમાણમાં કોરોના પોઝિટિવ કેસ પણ સામે આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજપર ગામે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા હોય તેવા લોકોના કોરોના રેપીડ ટેસ્ટ કરી અને પોઝિટિવ આવે તો સેલ્ફ હોમ ક્વોરન્ટાઇન કરી ગામમાં વધુ સંક્રમણ અટકાવવા માટે આજે કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટેસ્ટ કેમ્પમાં ગામના અગ્રણીઓ પ્રહલાદભાઈ મારવણીયા, હિતેશભાઈ મારવણીયા,કેતનભાઈ મારવણીયા, નિલેશભાઈ મુંદડીયા તેમજ મેડિકલ ટીમના ડો. હિરલ સનારીયા, ધારાબેન નિલેશભાઈ,હિતેશભાઈ મારવણીયા સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ તકે ગામના અગ્રણીઓ જણાવ્યું હતું કે, આજથી રાજપર ગામની દરેક શેરીએ-શેરીએ કોરોના ટેંસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે.જ્યાં સુધી ગામના તમામ લોકોના કોરોના ટેસ્ટ ન થઈ જાય ત્યાં સુધી આ કોરોના ટેંસ્ટિંગ ચાલુ રહેશે.