એકલા મોરબી શહેર-ગ્રામ્યમાં 252 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 884એ પહોંચી મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં ફરી પાછો ઉછાળો જોવામાં મળ્યો છે. જેમાં આજે તો જાણે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ જિલ્લામાં નવા 318 કેસ નોંધાયા છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 1736 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 318 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સામે 57 લોકો સાજા પણ થયા છે તેમજ આજે મોરબી જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 884 થઈ ગઈ છે. 18 જાન્યુઆરી, મંગળવારે મોરબી જિલ્લામાં નોંધાયેલા કેસની વિગત મોરબી તાલુકા : 119 મોરબી શહેર : 133 વાંકાનેર તાલુકા : 12 વાંકાનેર શહેર : 14 હળવદ તાલુકા : 8 હળવદ શહેર : 00 ટંકારા તાલુકા : 26 ટંકારા શહેર : 00 માળિયા તાલુકા : 6 માળિયા શહેર : 00 કુલ : 318 18 જાન્યુઆરી, મંગળવારે ડિસ્ચાર્જ થયેલા કેસની વિગત મોરબી તાલુકા : 48 વાંકાનેર તાલુકા : 02 હળવદ તાલુકા : 03 ટંકારા તાલુકા : 03 માળિયા તાલુકા : 01 કુલ ડિસ્ચાર્જ : 57