મોરબી : મોરબી શહેરમાં આવેલી સબ રજીસ્ટારની કચેરીના સ્ટાફમાં કોરોનાનો ચેપ ફેલાતા હાલ સ્ટાફ દ્વારા કચેરીની કામગીરી બંધ કરવામાં આવતા દસ્તાવેજ કરવા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોરબીની સબ રજિસ્ટારની કચેરી કે જ્યાં નાગરિકો જમીન-મકાન સબંધિત દસ્તાવેજોની નોંધણી સહિતની પ્રક્રિયા પુરી કરવા આવતા હોય છે ત્યાં એક સબ રજીસ્ટાર અને કોમ્યુટર ઓપરેટર કોરોના સંક્રમિત થતા ઉક્ત કચેરીની કામગીરી હાલ સ્ટાફ દ્વારા બંધ કરવામાં આવી છે. આ બાબતે અન્ય એક સબ રજીસ્ટારનોનો સંપર્ક કરવાની કોશિશ કરતા તેઓનો સંપર્ક સાધી શકાયો ન હતો. અન્યત્રથી જાણવા મળતી વિગતો અનુસાર કચેરીમાં એક સબ રજીસ્ટાર અને એક ઇ-સ્ટેપમ્પીગ ઓપરેટર કોરોના સંક્રમિત થયા છે. જો કે કચેરીની કામગીરી ચાલુ રાખવા કે ઉપરથી આદેશ હોવા છતાં આજે અન્ય ઓપરેટરો પણ કામગીરીથી અગળા થઈ ગયા છે. અન્ય ઓપરેટરો દ્વારા જાણવા મળતી વિગતો મુજબ ઉક્ત સંક્રમિત કર્મચારીઓ દ્વારા જ તમામ દસ્તાવેજો બાદમાં આગળની પ્રક્રિયા માટે તેઓ પાસે આવતા હોય અમારા આરોગ્યને પણ જોખમ ઉભું થવાની સંભાવના વધી જવાથી અમો હાલ કામગીરીથી અલિપ્ત થયા છીએ. હાલ તો જો કે આ પરિસ્થિતિમાં રોજના 80થી 90 દસ્તાવેજોની કામગીરી અવરોધાઇ રહી છે. આજે સોમવારે આશરે 100 જેટલા દસ્તાવેજ બનાવવા માટે લોકો કચેરીએ આવ્યા હતા. બપોર સુધીમાં આશરે 10થી 20 દસ્તાવેજો થતા હોય છે, જો કે હાલ તો તમામ ઓપરેટરો કોરોના સંક્રમણને લઈને કામગીરીથી અલિપ્ત થઈ ગયા હોય કોઈ દસ્તાવેજો થઈ શક્યા ન હતા. કચેરીની કામગીરી બંધ રહેવાની હોવાની આગોતરી જાણકારી પ્રસિદ્ધ કરવામાં આવી ન હોય આજે સોમવારે ઉઘડતી કચેરીએ દુરદુરથી દસ્તાવેજ સહિતની કામગીરી કરાવવા આવનાર અસંખ્ય લોકોને ધક્કો થયો હતો. હાલ તમામ સ્ટાફ રજા પર હોવાથી કચેરી ફરી ક્યારે શરૂ થશે એની પણ કોઈ જાણકારી ઉપલબદ્ધ બની નથી.